ચાલ હવે બે બે હાથ કરી લઈએ એ જિંદગી
છાનું છૂપું બહુ થયું,
હવે ખુલ્લી બાથ ભરી લઈએ એ જિંદગી,
કાયર બની પીઠ પર ઘા કરવાનું બંધ કર,
હવે બે બે હાથ કરી લઈએ એ જિંદગી.
તું જેટલો પાડીશ હું એટલો ઉઠીશ,
તું ફરી પાડીશ હું ફરી ઉઠીશ,
તારી મારી લડાઈ ને હવે રણ મૈદાન માં લાવીએ એ જિંદગી,
ચાલ હવે બે બે હાથ કરી લઈએ એ જિંદગી
નસીબ રહ્યું ભલે તારું અસ્ત્ર,
સમય અને સંજોગો એવા તારી પાસે બધા શસ્ત્રો,
જરા ઓરી આવ તો મારુ પણ તર્કશ ખતાળી લઈએ એ જિંદગી,
ચાલ હવે બે બે હાથ કરી લઈએ એ જિંદગી.
ભૂત નો ઢોલ ભલે તારી પાસે,
વર્તમાન ની વણઝાર પણ તું સંભાળી બેઠી છે,
ભવિષ્ય નો પિટારો છે કોની સૌગાત એ જાણી લઈએ એ જિંદગી,
આવ હવે બે બે હાથ કરી લઈએ એ જિંદગી!