Sunday, January 7, 2018

એટલેજ ગુજરાત તારા જેવી અહીં વાત નથી


મધુવનો ઘણા પડ્યા અહીંયા,
          પાનખર ની પણ સૌગાત નથી,
તો પણ ના જાણે  લાગે કેમ મને,
           કે ગુજરાત તારા જેવી અહીં વાત નથી

દોસ્તો નો એમ તો અહીં દરિયો છે,
         પણ નિસ્વાર્થીઓ ની જમાત નથી,
ખરે ટાણે નાઠી  જવું જાને બધા,
         એટલેજ ગુજરાત તારા જેવી અહીં વાત નથી

ઠગ ભગત અહીંયા ફરે છે ઘણા,    
         પરોપકારી નામ ની કોઈ જાત નથી;
પોત પોતીકા માં રમી જાણે બધા,
        એટલેજ ગુજરાત તારા જેવી અહીં વાત નથી

એકલો અટૂલો હોઉં જયારે,
        જયારે નિરાશા ખાતી મારા થી માત  નથી;
ભાઈ મારો બેઠો પેલી પર તારા ખોળે,
         એટલેજ ગુજરાત તારા જેવી અહીં વાત નથી

શીશ પર હાથ ફેરવી જે વહાલ કરે,
        મોં માં કોળિયો આપનારી મારી માત નથી,
પિતા ના વાત્સલ્ય નો જાણે દુકાળ અહીંયા
        એટલેજ, એટલેજ તો  ગુજરાત તારા જેવી અહીં વાત નથી

2 comments: