Thursday, January 11, 2018

પિતા

સમી ઢળતી સાંજ અને દિવસ ની છેલ્લી પહોર,
હું, મારા પિતાજી અને અમારી ભાઈ બંધી ની લહેર.
ઠહાકાઓ ભરી ભરી ને હંસી ખુશી ની વાતો થાય છે,
એવું તો જાણે લાગે કે કોકિલા કોઈક મધુર ગીત ગાય છે

વાતો કરતા કરતા પિતાજી એ મને રોક્યો,
તું મારા પર કવિતા નથી લખતો, એમ કહી ને ટોક્યો,
પેહલા તો અચરજ થયું, પછી હું પણ મંદ મંદ હંસ્યો,
પિતા મહાત્મ્ય શબ્દો નું મોહતાજ નથી એ એમની પાસે જ શીખ્યો.

પછી થયું લાવ આજે એમના વાત્સલ્ય ને વર્ણવવા ની હિમ્મત તો કરું,
સમુદ્ર છે તેઓ, સમુદ્ર ના ટીપાઓ ગણવા જેવી જુરરત તો કરું.
અશક્ય તો છે જ આ, ગાગર માં સાગર ને સમાવવા જેવી વાત થઈ,
જેટલું ભરાય એટલું, ગાગર ને સાગર સુધી લઈ જવાની કસરત તો કરું.

મેં કહ્યું, સાંભળો પપ્પા, તમારા વિશે લખવાની મારી હેસિયત નથી,
અમુક શબ્દો માં સમાય શકે, એવી પિતા ની શખ્શિયત નથી.
વર્ણવી શકું, જો મર્યાદિત શબ્દો માં આવે એટલી ખાસિયત હોય,
અહીંયા તો અઢળક ઉપમાઓ જોઈએ, એવી કોઈ પાસે કાબીલીયત નથી.

ભાઈ ના ગુણો ટેરવે ગણાય, માતા માટે જોઈએ બે બે હાથ,
પિતા ના ગુણો નો અખૂટ ખજાનો, સમજાવતા હાર્યો હતો જગન્નાથ.
પિતા પ્રદક્ષિણા થી દુંદાળા એ વિશ્વ જીત્યું, ભલે ને જગ ફર્યા મયુર નાથ,
ભટકતો ભૂલતો પણ શિખરો તરે જો હોય પિતા નો સાથ

તમારો હાથ હોય મારા ખભે ત્યારે મારા બાવળાઓ નું જોર અપાર,
વગર પિતાના ના સાથે, હું બિલકુલ નિરાધાર,
હોય પક્ષે પિતા તો હું જગ જીત્યો,
પછી ભલે ને વિરુદ્ધ માં સઘળું સંસાર 😊

4 comments:

  1. ભાઈ ના ગુણો ટેરવે ગણાય, માતા માટે જોઈએ બે બે હાથ,
    પિતા ના ગુણો નો અખૂટ ખજાનો, સમજાવતા હાર્યો હતો જગન્નાથ.
    પિતા પ્રદક્ષિણા થી દુંદાળા એ વિશ્વ જીત્યું, ભલે ને જગ ફર્યા મયુર નાથ,
    ભટકતો ભૂલતો પણ શિખરો તરે જો હોય પિતા નો સાથ
    Awesome 👌👌👌👌

    ReplyDelete
  2. ભાઈ ના ગુણો ટેરવે ગણાય, માતા માટે જોઈએ બે બે હાથ,
    પિતા ના ગુણો નો અખૂટ ખજાનો, સમજાવતા હાર્યો હતો જગન્નાથ.
    પિતા પ્રદક્ષિણા થી દુંદાળા એ વિશ્વ જીત્યું, ભલે ને જગ ફર્યા મયુર નાથ,
    ભટકતો ભૂલતો પણ શિખરો તરે જો હોય પિતા નો સાથ
    Awesome 👌👌👌👌

    ReplyDelete
  3. ભાઈ ના ગુણો ટેરવે ગણાય, માતા માટે જોઈએ બે બે હાથ,
    પિતા ના ગુણો નો અખૂટ ખજાનો, સમજાવતા હાર્યો હતો જગન્નાથ.
    પિતા પ્રદક્ષિણા થી દુંદાળા એ વિશ્વ જીત્યું, ભલે ને જગ ફર્યા મયુર નાથ,
    ભટકતો ભૂલતો પણ શિખરો તરે જો હોય પિતા નો સાથ
    Awesome 👌👌👌👌

    ReplyDelete

कुछ इंसानियत तू काश दिखाता

                                                                 कुछ इंसानियत तू काश दिखाता    कुछ तो मज़बूरी रही होगी उसकी, काश तू इतना सोचत...